કચ્છ જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું મજબુત માળખું ઉભું કરવા તાલીમાર્થીઓને અવગત કરવામાં આવેલ

કચ્છ જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું મજબુત માળખું ઉભું કરવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા યુવા આપદા મિત્ર સ્કિમ અંતર્ગત અત્રેના જિલ્લાના પ્રથમ બેંચના ૩૭ જેટલા યુવા આપદા મિત્રોને તા.૦૧/૧૧/૨૦૨૫ થી તા.૦૭/૧૧/૨૦૨૫ સુધી SDRF સેન્ટર-૩, મડાણા, પાલનપુર ખાતે તાલીમ આપવામાં આવેલ. આ તાલીમ શિબિરમાં આપત્તિ વ્યવસ્થાપન વિષયની માહિતી ઉપરાંત ભુકંપ, પૂર, વાવાઝોડું, ત્સુનામિ, ફાયર સેફ્ટી જેવી કુદરતી/માનવ સર્જીત આપત્તિઓ અને આ આપત્તિઓ સામે આત્મરક્ષણ કઈ રીતે મેળવવું તેમજ અન્યોને આવી પરિસ્થિતિઓમાંથી કઈ રીતે બચાવી શકાય તે અંગેની તાલીમ આપવામાં આવેલ તથા મુળભુત શોધ અને બચાવ, સમુદાય આધારીત પ્રાથમિક સારવાર, CPR જેવા મહત્વના વિષયોથી પણ તાલીમાર્થીઓને અવગત કરવામાં આવેલ.