રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ – ગાંધીધામ તરફથી ભુજ-ખાવડા-ધર્મશાળા રોડ (NH341) પર પ્રવાસીઓની સુવિધા માટે સમારકામની કામગીરી
રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ – ગાંધીધામ હસ્તકના ભુજ-ખાવડા-ધર્મશાળા રોડ (રા.ધો.નં.૩૪૧) પર ખાવડા નજીક નુકસાનને ધ્યાનમાં લઇ વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અગાઉ દિવાળી પૂર્વે આ માર્ગનું મરામત કાર્ય કરવામાં આવ્યું હતું. હવે દિવાળી બાદ, આવનારા ‘રણોત્સવ’ કાર્યક્રમ દરમિયાન પ્રવાસીઓના સુરક્ષિત અને આરામદાયક પ્રવાસને સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ – ગાંધીધામ દ્વારા જરૂરી મશીનરી અને ગુણવત્તાયુક્ત મટીરીયલ્સનો ઉપયોગ કરીને માર્ગના સમારકામનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
આ કામગીરી અંતર્ગત માર્ગના ખાડાઓ પુરવાનું તથા સપાટી સુધારણાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. રણોત્સવ દરમ્યાન પ્રવાસીઓ તથા સ્થાનિક નાગરિકોને કોઇ મુશ્કેલી ન થાય તે માટે માર્ગને વધુ સુગમ અને સલામત બનાવવાની કામગીરી ઝડપભેર ચાલી રહી છે.