ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર
ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના ૬
વિધાનસભા વિસ્તાર ૧.અબડાસા ૨. માંડવી ૩ . ભુજ ૪. અંજાર ૫. ગાંધીધામ અને
૬. રાપરમાં તા.૧/૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા
કાર્યક્રમ (Special Intensive Revision-2026 ) જાહેર કરવામાં આવેલ છે. આ
કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો (Enumaration Form) ચાલી રહ્યો
છે ઉક્ત કામગીરી સુચારૂ રીતે સમયસર પૂર્ણ થાય તે આવશ્યક છે. જે સંદર્ભે
અત્રેના જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કચ્છના નેતૃત્વ અને
માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ ૬ વિધાનસભા મતદાર વિભાગોમાં આવેલ
તમામ મતદાન મથકો પર તા.૧૫/૧૧/૨૦૨૫(શનિવાર),તા.૧૬/૧૧/૨૦૨૫
(રવિવાર),તા.૨૨/૧૧/૨૦૨૫ (શનિવાર) અને તા.૨૩/૧૧/૨૦૨૫ (રવિવાર) ના
રોજ સવારે ૯.૦૦ કલાક થી બપોરે ૧.૦૦ કલાક સુધી બી.એલ.ઓ હાજર
રહેશે.આ સમય દરમિયાન મતદારો બી. એલ. ઓ વર્ષ -૨૦૦૨ ની
મતદારયાદીમાં નામ શોધી આપશે. જે મતદારોનું નામ અથવા તેમના માતા
–પિતા /દાદા-દાદી નું વર્ષ -૨૦૦૨ ની મતદારયાદીમાં ના હોય તેવા
કિસ્સામાં કયા કયા પુરાવા પછીના તબક્કે રજૂ કરવા તે અંગે માર્ગદર્શન
આપશે. વધુમાં મતદારો પોતાને મળેલા ગણતરી ફોર્મ (Enumaration Form)
પોતાના ભાગના બી.એલ.ઓને જમા કરાવી શકશે. જેથી કચ્છ જિલ્લાના નાગરીકોને
મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન Enumaration Form ભરવા બુથ લેવલ ઓફિસરોને
સહયોગ કરવા તથા ઉક્ત સમય અને તારીખે યોજાનાર ખાસ કેમ્પનો લાભ
લેવા માટે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર, કચ્છ દ્વારા અપીલ કરવામાં આવે છે.