ભારતીય બનાવટના વિદેશીદારૂનો કિં.રૂ.૪૦,૩૦૦ નો જથ્થો રાખી હેરફેર કરતા ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોય રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સુચના અનુસંધાને પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવી તથા રઘુવીરસિંહ જાડેજાનાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન રઘુવીરસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ખુશાલરામ ભીલ રહે. રાજસ્થાન વાળો જે ખાવડા ખાતે આવેલ આર.ઇ. પાર્કમાં કામ કરે છે અને હાલે રાજસ્થાન થી પરત આવી રહેલ છે જે પોતાના કબ્જાની એક સફેદ કલરની મહીન્દ્રા કંપનીની બોલેરો ફોર વિલ્હર કારમાં રાજસ્થાન થી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી લઇ આવેલ છે અને તે જથ્થો તે આઇ.ઇ. પાર્કમાં અંદર લઈ જશે જેથી મળેલ હકીકત આધારે વોચમાં હતા દરમ્યાન હકીકત વાળી બોલેરો ગાડી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ગાડી રજી.નં. RJ 04 TA 6844 વાળી હોય અને ગાડીમાં હાજર મજકુર ખુશાલરામ પદમારામ ભીલ ઉ.વ. ૨૮ રહે હાલે કેમ્પ ૦૨ આર.ઇ પાર્ક ખાવડા તા. ભુજ વાળો હોય જેના કબ્જાની ગાડીમાંથી નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ અને સુંદર વાહનના નંબર ખરાઇ કરતા સદર બોલેરોમાં લાગેલ નંબર પ્લેટ તથા એન્જીન તથા ચેસીસ નંબર અલગ અલગ હોય અને મજકુર ઇસમને આ ગાડીના નંબર તથા આર.સી. બાબતે પુછતા જણાવેલ કે સદર વાહન ઉમેદસિંહ ભાટી આપેલ છે અને કહેલ કે આ ગાડીમાં ગુપ્ત ખાનામાં દારૂ મુકેલ છે જે ગાડી ખાવડા લઈ જવાની હકીકત જણાવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી ખાવડા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.

૩૬૯/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ), (ઈ), ૮૧,૯૮(૨) તથા બી.એન.એસ. કલમ ૩૪૧(૪), ૩(૫) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

કબ્જે કરેલ મદ્દામાલ (કલ્લે કિં.૩.૧૦,૫૦,૩૦૦/-)

ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલો નંગ-૩૧ કી.રૂા. ૪૦,૩૦૦/-

  • બોલેરો રજી.નં. RJ 04 TA 6844 એ.નં. TVP6M27541 ચે.નં. XLTVXRSB21779 વાળીમાં પ્રોહી મુદામાલ હેરફેર માટે ઉપયોગમાં લીધેલ વાહનમાં ખોટી નંબર પ્લેટ બનાવી તેના આગળના ભાગે સ્ટીકર વડે લગાડી ખોટા હોવા છતા તેનો સાચા તરીકે ઉપયોગ કરેલ જેની કી.રૂ. ૧૦,૦૦,૦૦૦/-
  • મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/-
  • હાજર મળી આવેલ આરોપી:
  • ખુશાલરામ પદમારામ ભીલ ઉ.વ. ૨૮ રહે હાલે કેમ્પ ૦૨ આર.ઈ પાર્ક ખાવડા તા. ભુજ રહે મુળ ફલસુઢ, ભીલો કી થાણી, ભુરાજગઢ, જી. જેસલમેર રાજસ્થાન

:• હાજર નહી મળી આવેલ આરોપી:

  • ઉમેદસિંહ ભાટ્ટી રહે. ખોખસર જી. બાડમેર રાજસ્થાન