કેરા ખાતે આવેલ શ્રી જડેશ્વર મહાદેવ ગૌશાળા ટ્રસ્ટને દાતાશ્રી તરફથી બે લાખ પાંત્રીસ હજારનું વંત્રો કરવાનું મશીન અર્પણ કરાયું

કેરા ખાતે આવેલ શ્રી જડેશ્વર મહાદેવ ગૌશાળા ટ્રસ્ટને દાતાશ્રી દેવશીભાઈ વાલજી વેકરીયા તથા ધર્મપત્ની પુષ્પાબેન દેવશી વેકરીયા સહ પરિવાર તરફથી 2,35000 (બે લાખ પાંત્રીસ હજાર) નું વંત્રો કરવાનું મશીન અર્પણ કરવામાં આવ્યું હતુ જેનું કેરા સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બાઈઓ દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું સાથે જડેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીનું ભાવભેર સન્માન કરાયું હતું અગાઉ પણ દેવશીભાઈ એ ગૌશાળા તેમજ મંદિરમાં અનેક સેવાના કાર્યો કર્યા છે અને હજી પણ જરૂર મુજબ સેવાના કાર્યો કરતા રહેછે જેથી જડેશ્વર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો