રાજ્ય સરકારના ટેકાના ભાવે ખરીદીના નિર્ણયથી કચ્છના ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે

રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે કચ્છમાં તૈયાર મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. રાજ્ય સરકારે ખેડૂત પ્રત્યેની સંવેદના દર્શાવીને રૂ.૧૦ હજાર કરોડના ઉદારતમ પેકેજની સહાય સાથે રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ જેવી કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરી છે.
ભુજના ખરીદ કેન્દ્ર ખાતે મગફળી વેચવા આવેલા ત્રાયા ગામના ખેડૂત શ્રી શિવજીભાઈ રવજીભાઈ બકુતરાએ આ બાબતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે જે ખેડૂતો માટે ફાયદારૂપ બની રહ્યું છે, તે બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું.
વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે, અત્યારે બજારમાં ઓછા ભાવે વેપારીઓ દ્વારા મગફળી ખરીદવામાં આવી રહી છે. રાજ્ય સરકાર ટેકાની ભાવે ખરીદીથી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહ્યો છે એ દ્રષ્ટિએ ખેડૂતોને આર્થિક ફાયદો થઈ રહ્યો છે. જેથી શિવજીભાઈ રવજીભાઈ બકુતરાએ રાજ્ય સરકારના ટેકાના ભાવે ખરીદીના નિર્ણય બદલ ખેડૂતો વતી સરકારનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
૦૦૦૦૦