સામખિયાળી પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ ક૨વા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ ગાંધીધામ-સામખિયાળી હાઇવે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હડીકત મળેલ કે એક સફેદ કલરની જીજે.૧૨.ડીએમ.૩૧૩૧ નંબર પ્લેટ લગાડેલ કેટા કાર વિદેશી દારૂનો જથ્થો ભરેલી પડાણાથી સામખિયાળી તરફ જઈ રહેલ છે જે બાતમી આધારે એલસીબી ટીમ સામખિયાળી ટોલ નાકા પાસે વોચમાં ઉભી હતી તે દ૨મ્યાન બાતમી વાળી કેટા કાર પૂરપાટે આવતી જોઈ તે ગાડીને એલ.સી.બી ની ટીમ દ્વારા રોકવા ઇશારો કરતા તે કારના ચાલકે પોતાની કાર ઓવરસ્પીડે ચલાવી ટોલ નાકા ખાતે વાહનોની ટ્રાફીકનો લાભ મેળવી પોતાના કબ્જાની કેટા કા૨ મુડી તેમાથી બે ઇસમો નાશી ગયેલ આ કેટા કાર ચેક ક૨તા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેથી કેટા કા૨ તથા પ્રોહી મુદામાલ કબ્જે કરવામાં આવેલ અને સદરહુ કેટા કારના એન્જીન/ચેચીસ નંબર ચેક કરતા આ કેટા કા૨માં ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાડેલ હોવાનુ જણાઈ આવતા ખોટી નંબર પ્લેટ લગાડી વિદેશી દારૂની હેર ફેર કરવા સબંધે શ્રી સરકાર તરફે ફરીયાદ આપી સામખ્યારી પો.સ્ટે માં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે
નાશી જનાર આરોપીઓ
(૧) સફેદ કલરની કેટા ગાડીનો ચાલક
(૨) ગાડીના ચાલક સાથેનો અજાણ્યો ઈસમ

દાખલ કરાવેલ ગુનાની વિગત
- સામખિયાળી પો.સ્ટે. ગુ.૨.નં. ૦૪૦૫/૨૫ તથા ભા૨તીય ન્યાય સંહિતાની ક.૩૩૬(૨),(૩),૩૩૯(૧),૩૪૦(૨) મુજબ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૮૩,૯૮(૨)
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા
તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.