૩.૫૯,૦૭૦/- ના મુદ્દામાલ સાથે નાઇટ મીલનનો વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમાડતા ઇસમની થઈ ધરપકડ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન એ.એસ.આઇ. સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એજાજ ઉર્ફે પપ્પી સિદ્દી રહે.ભીડ બજાર કંઢો ફળીયુ, ભુજ વાળો હાલે બસ સ્ટેશનથી આગળ જલદીપ હોટેલ બહાર પોતાના કબ્જાની એકસેસ ટુ-વ્હીલર જીજે-૧૨-એચસી-૪૨૩૩ વાળી પર બેસી જાહેરમાં પબ્લીકના માણસો પાસેથી રૂપિયા લઇ પોતાના ડાયરીમાં આકડા લખી આંક ફરકનો આકડાનો વરલી મટકાનો ગે.કા. જુગાર રમી રમાડે છે. અને તેની હાલે પ્રવુતિ ચાલુમાં છે. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા મજકુર ઇસમને નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

હાજર મળી આવેલ આરોપી :-

  • એજાજ ઉર્ફે પપ્પી સલીમ સિદ્દી ઉ.વ. ૩૧ રહે. ભીડ બજાર કંઢો ફળીયુ, ભુજ

હાજર નહી મળી આવેલ આરોપી :-

  • ઇમ્તિયાઝ ઉર્ફે ખાનસાબ પઠાણ રહે.કેમ્પ એરીયા, ભુજ

÷• કબ્જે કરેલ મુદામાલ

રોકડા રૂપીયા – ૯,૦૭૦/-

ડાયરી તથા પેન કી.રૂા. ૦૦/-

મોબાઇલ નંગ-૦૧ કી.રૂ.૧૦,૦૦૦/-

  • એકસેસ ટુ-વ્હીલર રજી.નં. જીજે-૧૨-એચસી-૪૨૩૩ કી.રૂ.૪૦,૦૦૦/-

એમ કુલ્લે કી.રૂા.૫૯,૦૭૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમ

વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ ૧૨(એ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.