નવસારીના વાંસદામાંથી મૃત દીપડાના ચામડા સાથે એક મહિલા સહિત કુલ 4 આરોપીઓની થઈ ધરપકડ
copy image

સૂત્રો જણાવી રહયા છે નવસારી ખાતે આવેલ વાંસદાના રાણી ફળિયા ગામમાંથી મૃત દીપડાના ચામડાના વેચાણ કરનાર એક મહિલા સહિત કુલ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. મૃત દીપડાના ચામડાના વેચાણની મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અધિકારીઓએ રાણી ફળિયામાં રેડ પાડી હતી. અહીથી દીપડાના ચામડા સાથે 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ હતા. આ મામલે વધુની કારયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.