મુંદ્રા નવીનાળ ગામમાં એક યુવાન પર ચારનો હુમલો
copy image

મુંદ્રા ખાતે આવેલ નવીનાળ ગામમાં અમારા ગામમાં બહારના માણસોને આવવાની મનાઈ તેમ કહી ચાર શખ્સોએ એક યુવાન પર હુમલો કરી દેવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ નવીનાળમાં જૂની પ્રાથમિક શાળા નજીક આવેલ વડના ઝાડની બાજુમાં આ બનાવના ફરિયાદી એવા શબાબુલને અમારા ગામમાં બહારના માણસોને આવવાની મનાઈ છે તેમ કહી આરોપી શખ્સોએ માર માર્યો હતો ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ફરિયાદ દખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.