પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર, જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન હકીકત આધારે મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૩૯૮/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ ૧૯૪૯ની કલમ ૬૫-(એ)(ઈ),૧૧૬(બી), ૮૧, ૮૩,૯૮(૨) મુજબના ગુના કામેના આરોપીઓ (૧) હરી હરજી ગઢવી ઉ.વ.૪૨ રહે. મુળ ગામ કોટાયા તા.માંડવી-કચ્છ હાલે રહે. ધવલનગર ૨, માંડવી તથા (૨) ગોવિંદ વાલા ગઢવી ઉ.વ.૨૫ રહે. ઉનડોઠ તા.માંડવીવાળાઓ માંડવી સીટી વિસ્તારમાં હાજર હોવાની હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમો મળી આવેલ જેથી મજકુર ઇસમોને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • પકડાયેલ આરોપીઓ
  • હરી હરજી ગઢવી ઉ.વ.૪૨ રહે. મુળ ગામ કોટાયા તા.માંડવી-કચ્છ હાલે રહે. ધવલનગર – ૨, માંડવી

ગોવિંદ વાલા ગઢવી ઉ.વ.૨૫ રહે. ઉનડોઠ તા.માંડવી