ચેક પરત ફરવાના પ્રકરણમાં કુકમાના આરોપી શખ્સને એક વર્ષની કેદ
copy image

ચેક પરત ફરવાના પ્રકરણમાં કુકમાના આરોપી શખ્સને એક વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, આરોપી સૈયદ ભચાલશા પીરશાએ આ બનાવના ફરિયાદી એવા બ્રિજરાજસિંહ પ્રફુલ્લસિંહ જાડેજા પાસેથી આર્થિક જરૂરિયાતના લીધે રૂા. 1,30,000 લીધા હતા. જે અંગે આપવામાં આવેલ ચેક પરત ફરતા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી ઈશમને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા વળતર પેટે રૂા. 1.40 લાખ ચૂકવવા તેમજ જો આરોપી વળતર જમા ન કરાવે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ જાહેર કર્યો હતો.