ગાંધીધામના મીઠીરોહરમાં 4 વર્ષીય બાળકનું ટાંકામાં ડૂબી જતાં મોત
copy image

ગાંધીધામના મીઠીરોહરમાં 4 વર્ષીય બાળકનું ટાંકામાં ડૂબી જવાથી મોત થતાં દુખનો માહોલ છવાયો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મીઠીરોહરમાં સરકારી હોસ્પિટલ નજીક આવેલા વાડામાં આ ગોઝારો બનાવ બન્યો હતો. અહી શ્રમિક રાજુકુમાર મનોજકુમાર પોતાના પરીવાર સાથે રહે છે. ગત દિવસે બપોરના સમયે તેમનો પુત્ર નમન ઘર નજીક રમી રહ્યો હતો. દરમ્યાન પાણી ભરેલા ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું.