રમતગમતનો ઉત્તમ ઉત્સવ — ‘સાંસદ ખેલ મહોત્સવ’

દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલ
મહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા આહ્વાન કરવામાં આવેલ. જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને
પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત કચ્છ લોકસભાના સાંસદ શ્રી
વિનોદભાઈ ચાવડા દ્વારા ગત તા.૨૧ સપ્ટેમ્બર થી ‘સાંસદ ખેલ મહોત્સવ -2025’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનો આયોજન
કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજે તા.16/11/2025, રવિવારના રોજ એમ.એસ.વી. હાઈસ્કુલ, ગામ : માધાપર, તા.ભુજ-
કચ્છ ખાતે એથલેટીક્સનો આયોજન કરવામાં આવ્યું. જેમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે ઊંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક, ચક્ર
ફેંક, ભાલા ફેંક સાથે ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૮૦૦ મીટર અને ૧૫૦૦ મીટર દોડનો સફળ આયોજન
કરવામાં આવ્યું હતું.
આ તમામ વિવિધ સ્પર્ધાઓમાં બહોળી સંખ્યામાં સૌ ખેલાડીઓએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. સાંસદ શ્રી
વિનોદભાઈ એ જણાવ્યું કે આવા અવસર યુવાનોમાં ખેલ પ્રત્યેનો ઉત્સાહમાં વધારો કરવાની સાથે પ્રતિભાને પ્રોત્સાહન
આપે છે. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવશ્રીઓ દ્વારા તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા પ્રમાણપત્ર સાથે
સન્માનિત કરવામાં આવ્યા હતા…
આ પ્રસંગે સરપંચશ્રી વાલજીભાઈ આહીર, શ્રીમતી પારૂલબેન કારા, દિનેશભાઈ ઠક્કર, શ્રી જગદીશભાઈ, તુશારીબેન, આશીકાબેન ભટ્ટ, શંભુભાઈ
જરૂ, પ્રિન્સીપાલશ્રી મહેશભાઈ ઝાલા, પ્રેમજીભાઈ મન્ગેરીયા, દીપકભાઈ ડાંગર, શ્રી નીલાયાભાઈ ગોસ્વામી, પ્રવીણભાઈ ખોખાની, શ્રી વિનોદભાઈ
પીન્ડોરીયા, શ્રી ભરતભાઈ આહીર, શ્રી રમેશભાઈ આહીર, પ્રાણલાલભાઈ નામોરી, શ્રી રવિભાઈ ગરવા, શ્રી વિજયભાઈ રાજપૂત શ્રી મનોજભાઈ લુહાર,
કોચશ્રી મનોજ સાહેબ, મીતભાઈ ધામેચા, શીવાભાઈ બુધ્ધ્ભટી, ચોહાણ ગોપી, ઉપસ્થિત રહ્યા સાથે સમગ્ર સંચાલન ડી. એલ.ડાકી સાહેબે
સંભાળી હતી.