ગાંધીધામ મનપા વિસ્તારમાં રોડના પેચવર્ક તેમજ રીસરફેસિંગની કામગીરીનું મહાનગર પાલિકાના કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ નિરીક્ષણ કરાયું

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં વિવિધ જગ્યાઓ પર પેચવર્ક તેમજ રીસરફેસિંગ ની કામગીરી શરુ કરવામાં આવેલ છે. ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ આ તમામ કામોની ગુણવત્તા જળવાય તે માટે ઈસ્ટ ઝોનના સપનાનગર વિસ્તારમાં કરવામાં આવેલ પેચવર્ક કામગીરીનું નિરીક્ષણ નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી મેહુલ દેસાઈ દ્વારાતથા વેસ્ટ ઝોનના વોર્ડ ૨/બી તથા કોલેજ રોડઆદિપુર વિસ્તારમાં કરવામાં આવેલ પેચવર્ક કામગીરીનું નિરીક્ષણ નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સંજયકુમાર રામાનુજ દ્વારા કરવામાં આવેલ, અને ચાલી રહેલ કામગીરી ની ગુણવત્તા તપાસવામાં આવી હતી. તેમજ રસ્તાઓની થીકનેસ અને રોલીંગ અને હિટ યોગ્ય રીતે કરવામાં આવે તથા ગુણવત્તા જાળવવા સુચના આપવામાં આવી હતી.આવનારા દિવસોમાં રસ્તોના પેચવર્ક તેમજ રીસરફેસિંગની કામગીરી ઝુંબેશ સ્વરૂપે પૂર્ણ કરવામાં આવશે. તેવું મહાનગરપાલિકાની અખબાર યાદીમાં જણાવવામાં આવેલ છે.