માંડવી તાલુકાના શિવાજીનગરમાં જુગાર રમતા બે શંકુ પકડાયા

બારડોલી : માંડવી પોલીસની ટીમે બાતમીના આધારે માંડવીના શિવાજીનગર નજીકથી મિલન બજારના આંકો ઉપર જુગાર રમતા બે શંકુને ૧૬ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. માંડવીના શિવાજીનગરમાં કેટલાક શંકુ દ્વારા મિલન બજારના નીકળતા આંકો ઉપર જુગાર રમાતો હોવાની બાતમી માંડવી પોલીસને મળતા પોલીસે બાતમીના આધારે શિવાજીનગરમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી રાજુ રમેશભાઈ વસાવા (ઉં.વ.૨૪, રહે. અમલસાડી, વસાવા ફળિયું, તા. માંડવી), હેમરાજ નાનુભાઈ પુરોહિત (ઉં.વ. ૩૨, રહે. ખેડપુર, અગ્રેસરસિટી, તા. માંડવી, મૂળ રહે. સાથુગામ, રાજસ્થાન)ને પકડી પાડ્યો હતો. પોલીસે ઝડપેલા બન્ને જુગારીઓની અંગઝડતીના તથા રોકડ રૂપિયા મળી કુલ ૧૬,૨૬૦નો મુદ્દામાલ જપ્ત કરી આ બંને શંકુ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *