વાવડી નજીકથી દારૂ-બિયર ભરેલી ટ્રક સાથે બુટલેગરોની અટકાયત

રાજકોટ : વાવડી ગામ નજીકથી દારૂ-બિયર ભરેલી ટ્રક પસાર થવાની બાતમીના આધારે તાલુકા પોલીસે વોચ ગોઠવી હતી અને કચ્છ પાસિંગનો ટ્રક પસાર થતાં અટકાવી તલાશી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂ.55,200 ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો મળી આવતા જપ્ત કર્યો હતો. પોલીસે જોડિયાની વકીલશેરીમાં રહેતા રાજેન્દ્રસિંહ બલવંતસિંહ જાડેજા, ટંકારાના મિતાણાના અશોક કિશોર અગ્રાવત, રાજકોટના મવડી ચોકડી નજીકની માટેલ સોસાયટીમાં રહેતા બુટલેગર મુકેશ રમેશ દેવમુરારી અને ઉધોગનગર કોલોનીમાં રહેતા બુટલેગર મયુર કિરિટ ગોસ્વામીની અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *