જુનાગઢ, મેંદરડાના ગુંદાળા ગામે ધોળા દિવસે અજાણ્યા તસ્કરો બંધ ઘરનું તાળું ખોલી કબાટમાંથી રૂ.50,000 રોકડાની તસ્કરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ લખાવી છે. આ કૃત્યમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની પોલીસ આશંકા સેવી રહી છે. આ અંગેની વિગત મુજબ ગુંદાળા ગામે રહેતા વાસુરભાઈ નાગભાઈ ગીડા તથા તેમનો પરિવારે સવારના અરસામાં ઘરને તાળું મારી બહાર ગયેલ ત્યારે ગોખલામાં રાખેલ ચાવી વડે કોઈ અજાણ્યા ઇસમે તાળું ખોલી કબાટમાં રાખેલ રૂ.50,000 ની તસ્કરી કરી તાળું મારી ચાવી ગોખલામાં રાખી નાસી છૂટયો હતો. આ બનાવની પરિવારને ઘરે પાછા ફરી પૈસાની જરૂર પડતાં, કબાટ ખોલતા, તેમાં ન જણાતા તેઓ ચોંકી ઉઠયા હતા. આ બનાવની મેંદરડા પોલીસમાં વાસુરભાઈ ગીડાએ ફરિયાદ લખાવતા પોલીસે અજાણ્યા જાણભેદુ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.