ગાંધીધામના મહેશ્વરીનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારના એક મકાનમાંથી દારૂનો ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

ગાંધીધામના મહેશ્વરીનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારના એક મકાનમાંથી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. પરંતુ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામના મહેશ્વરીનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મડદપીર ફળિયાંની પાછળ રહેનાર સુરેશ માલશી દનિચા નામનો શખ્સ પોતાના રહેણાક મકાનમાં દારૂનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી બાતમી હકીકત વાળા સ્થળે રેડ પાડી અહીથી કુલ રૂા. 16,020નો દારૂ ઝડપી પાડ્યો હતો. પરંતુ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ પોલીસની પકડથી દૂર હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.