માંડવીના પીપરી વાડી વિસ્તારમાં મજૂરી કામ દરમ્યાન થ્રેસર મશીનમાં આવી જતાં 29 વર્ષીય પરિણીતાનું કમકમાટીભર્યું મોત
copy image

માંડવી ખાતે આવેલ પીપરી વાડી વિસ્તારમાં મગફળીની મજૂરી કામ દરમ્યાન થ્રેસર મશીનમાં આવી જતાં 29 વર્ષીય પરિણીતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ગોઝારા બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પીપરી વાડી વિસ્તારમાં રહેતા સીમાબેન આજે ત્યાંના વાડીવિસ્તારમાં મગફળી કાઢવા અર્થે મજૂરી કામે ગયા હતા. જ્યાં મજૂરી કામ દરમ્યાન થ્રેસર મશીનમાં આવી જતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. વધુમાં માહિતી મળી રહી છે કે, કામ દરમ્યાન હતભાગીના કપડા થ્રેસર મશીનમાં આવી જતાં તે પણ મશીનમાં ખેંચાઈ ગયા હતા. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.