કંડલા મરીન પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ–કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ કંડલા ભારાપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ગાંધીધામ તાલુકાના ભારાપર ગામની સીમમાં આવેલ એલ.પી.ગોડાઉન પાછળ બાવળની ઝાડીમાં ધીરજ પ્રેમજી ધેડા રહે. ગણેશનગર ગાંધીધામ વાળો પોતાના સાગરીતો સાથે મળી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કરી રાખેલ છે અને અન્ય વાહનોથી આ દારૂનો જથ્થો ભરી સગેવગે કરવાના છે. તેવી ચોક્કસ બાતમી આધારે આ જગ્યાએ એલ.સી.બી. ની ટીમ દ્વારા રેઈડ કરતા નીચે જણાવ્યા મુજબનો પ્રોહી મુદામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે કંડલા મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ.
આરોપીનું નામ
(૧) ધીરજ પ્રેમજી ધેડા રહે. ગણેશનગર ગાંધીધામ કચ્છ (દારૂનો જથ્થો મંગાવનાર)

દાખલ કરાવેલ ગુનાની વિગત
- ડંડલા મરીન પો.સ્ટે. ગુ.૨.નં. ૦૨૯૧/૨૫ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.