“નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પોક્સોના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે બાતમી હકીકત મળેલ કે, નખત્રાણા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.૨.નં.૧૧૬૧/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૬૪(૨)(એમ),૩૦૮(૩),૩૫૧(૩),૨૯૬(ખ) તથા પોકસો એકટ કલમ-૪,૫(એલ),૬,૧૨ તથા આઇ.ટી.એકટ કલમ-૬૬(ઇ) મુજબના ગુના કામેના નાસતો ફરતો આરોપી દીપક વાડીલાલભાઈ સોલંકી રહે. મોજીદળ તા. ચુડા જી.સુરેન્દ્રનગર વાળો હાલે મોજીદળ ગામ ખાતે હાજર છે જેથી તુરંત જ હકીકત આધારે વર્કઆઉટ કરી મોજીદળ ગામ ખાતે જઇ તપાસ કરતા ઉપરોકત હકીકત વાળો આરોપી મોજીદળ ગામના બસ સ્ટેશન પાસેથી મળી આવતા ઉપરોકત ગુના કામે સમજ કરતા મજકુર આરોપી પોતે ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી લઇ આવી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

પકડાયેલ આરોપી

  • દીપક વાડીલાલભાઈ સોલંકી ઉ.વ.૨૦ રહે. મોજીદળ તા.ચુડા જી.સુરેન્દ્રનગર