Skip to content
આટકોટ તાબેના બળધોય ગામે આવેલી રાયધનભાઈની વાડીમાં જુગાર રમતો હોવાની બાતમી પરથી રેડ પાડી વાડી માલીક રાયધનભાઈ દુદાભાઇ જોગરાજીયા, મનસુખ કાળુભાઇ, અશ્વિન રાયધનભાઈ, ધીરુભાઈ કરશનભાઈ સાકરીયા, ભીખા રાણા જોગરાજીયા, નરેશ બોધાભાઈ જોળાસિય, મુકેશ ઉર્ફે અશોક જશુભાઇ, જીગાભાઈ હીરાભાઈ, લાલજી પાચાભાઈ સાકરીયા અને રસીક બચુભાઈ સાપરીયા નામના પતાપ્રેમીઓને પકડી આટકોટ પીએસઆઈ જે.પી.મહેતા જયદેવભાઈ, ગોપાલભાઈ અને નરેશભાઇ સહિતના સ્ટાફે રૂ.11,200ની રોકડ કબ્જે કરી છે.