ભુજ તાલુકાના કિશાનોને અતિવૃષ્ટિમાં સહાય આપવા અંગે મામલતદાર સમક્ષ રજૂઆત

image-111

જયભારત સાથે જણાવવાનું કે, ગત તા. ૨૭/૯/૨૦૨૫ થી સતત સાત દિવસ સુધી વરસાદ વરસતા તેના કારણે કિશાનના ખેતર/વાડીના પાકો જેવા કે, મગફળી, કપાસ, જુવાર, બાજરી, બાગાયતમાં દાડમ, શાકભાજી તથા પશુપાલનના ચારામાં મોટું નુકશાન થયેલ છે. જે તે વખતે સરકારશ્રીનું ધ્યાન દોરતા ગત સપ્તાહમાં નુકશાનીનું પેકેજ જાહેર કર્યુ. પરંતુ કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાને બાકાત રખાતા કિશોનોમાં વ્યાપક નારાજગી હોતા તાત્કાલીક કૃષિ રાહત પેકેજમાં ભુજ તાલુકાનો સમાવેશ કરવા વિનંતી છે. ભુજ તાલુકાના મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. તો આ માટે તાત્કાલીક સરકારશ્રી રાહત પેકેજમાં સમાવેશ કરવા વિનંતી છે.