ભારતીય બનાવટના વિદેશી દારૂના બે કેસ શોધી કુલ કિ.રૂ.૧૧.૧૩ લાખનો પ્રોહિ. જથ્થા સહિતનો મુદામાલ પકડી પાડતી માનકુવા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી એમ.જે.કિચ્ચિયન સાહેબ, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી. ભુજ વિભાગ-ભુજનાઓ તરફથી પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લા વિસ્તારમાં પ્રોહિબીશન તેમજ જુગારના સફળ કેસ શોધી કાઢવા તેમજ પ્રોહિબીશન ને લગતા મુદ્દામાલનુ ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય

જે સંબંધે શ્રી પી.પી. ગોહિલ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, માનકુવા પોલીસ સ્ટેશનનાઓની રાહબરી હેઠળ માનકુવા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ. કિરણકુમાર એસ. પુરોહિતનાઓને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકિકતો આધારે જરુરી વર્કઆઉટ કરી કેસ-૧ દહિસરા ગામેથી તથા કેસ-૨ નારણપર ગામે ભુજ-માંડવી રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના બે કેસ શોધી કુલ કિં.રૂ.૫,૬૩,૧૭૭/- ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ્લ કિ.રૂ.૧૧,૧૩,૧૭૭/-નો મુદામાલ પકડી પાડી પ્રોહીબીશન એકટ હેઠળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કેસ- ૦૧

આરોપીની વિગત-

(૧) પ્રવિણ વેરશી સિજુ રહે. મહેશ્વરીવાસ, કેરા રોડ, દહિસરા તા.ભુજ

(૨) કલ્પેશ વેરશી સીજુ રહે. મહેશ્વરીવાસ, કેરા રોડ, દહિસરા તા.ભુજ

(૩) સદર પ્રોહિ મુદ્દામાલ આપનાર ઇશમ

કબ્જે કરેલ મુદામાલ-

(૧) અલગ અલગ બ્રાંડની ૭૫૦ MLની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૧૬૨ કી.રૂ. ૨,૩૩,૨૦૦/-

(૨) અલગ અલગ બ્રાની ૧૮૦ MLની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૬૨૦ કી.રૂ.૧,૯૮,૭૭૧/-

(3) HAYWARDS 5000 SUPER STRONG BEER ५०० ML ना टीननंग- १२०.३.२६,४००/-

(૪) મારુતી સુઝુકી કંપનીની SX4 ગાડી કિ.રૂ. ૨,૫૦,૦૦૦/-

  • એમ કુલ કિં.રૂ. ૭,૦૮,૩૭૧/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

કેસ- ૦૨

આરોપીની વિગત-

(૧) ગાડી રજી.નં. જી.જે.૦૧ ઇ.ટી. ૦૪૩૧ વાળીનો ચાલક

કબ્જે કરેલ મુદામાલ-

(૧) અલગ અલગ બ્રાંડની ૭૫૦ MLની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૪૫ કી.રૂ.૬૪,૩૦૦/-

(૨) ROYAL CHALLENGE FINE RESERVE WHISKY ૧૮૦ MLની બોટલ નંગ- ૪૪ કી.રૂ.૧૪,૧૦૬/-

(3) HAYWARDS 5000 SUPER STRONG BEER ५०० ML ना टीन नंग- १२०.३.२६,४००/-

(૪) હ્યુંડાઈ કંપનીની XCENT ગાડી કિ.રૂ. ૩,૦૦,000/-

  • એમ કુલ કિં.રૂ. ૪,૦૪,૮૦૬/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

આમ ઉપરોકત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી.પી.પી.ગોહિલનાઓની રાહબરી હેઠળ પી.એસ.આઇ. યુ.ડી.ગોહિલ, એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ રાણા, વિજયભાઇ ઘાંઘર તથા પો.હેડ કોન્સ. જયપાલસિંહ જાડેજા, અશોકભાઈ ડાભી, વિનોદજી ઠાકોર, કીરણકુમાર પુરોહીત તથા જી.આર.ડી. સચીન મહેશ્વરી, મયુર ગૌસ્વામી, દિનેશ હિંગણાનાઓ જોડાયેલ હતા.