ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કાઢેલ હુકમ જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, કચ્છ-ભુજ
ના.મેજી/પોલ-૧/નો ડ્રોન ફલાય ઝોન/જાહેરનામું/૧૧/૨૦૨૫
-::હુકમ::-
પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજના તા.૧૯/૧૧/૨૦૨૫વાળા પત્રની વિગતે આગામી તા.૨૦/૧૧/૨૦૨૫ થી તા.૨૧/૧૧/૨૦૨૫ દરમિયાન ભારતના માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી કચ્છ જીલ્લાની સંભવિત મુલાકાતે પધારનાર છે. મહાનુભાવશ્રીનાઓની સંભવિત મુલાકાત કાર્યક્રમ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કચ્છ જીલ્લાના પશ્ચિમ કચ્છ પોલીસ હદ વિસ્તારમાં આવતા સમગ્ર વિસ્તારને “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરવા દરખાસ્ત રજુ થયેલ છે જે ધ્યાને લેતા નીચે મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.
જેથી, હું આનંદ પટેલ (આઈ.એ.એસ.), જીલ્લા મેજીસ્ટ્રેટ-કચ્છ-ભુજ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી મને મળેલ સત્તાની રૂએ કચ્છ જીલ્લાના પશ્ચિમ કચ્છ પોલીસ હદ વિસ્તારમાં આવતા સમગ્ર વિસ્તારને તા.૨૦/૧૧/૨૦૨૫ થી તા.૨૧/૧૧/૨૦૨૫ સુધી દિન-૦ર માટે “નો ડ્રોન ફલાય ઝોન” જાહેર કરું છું. રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર (QUADCOPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) तेम४ मानव संचालित माला झ्ट (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઈડર/પેરાગ્લાઇડિંગ (HANG GLIDER/PARAGLIDING), પેરા મોટર (PARA MOTOR), પેરા જમ્પીંગ (PARA JUMPING) તથા હોટ એર બલુન (HOT AIR BALLOONS) ઉપરોકત વિસ્તારમાં ઉડાવવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ચાર્જશીટ રજુ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.
તમામને વ્યક્તિગત રીતે જાહેરનામાની બજવણી શક્ય ન હોઈ આથી એક તરફથી હુકમ કરુ છું. જાહેર જનતાની જાણ સારૂ તે વિસ્તારમાં પોલીસ ઘ્વારા લાઉડ સ્પીકર વાહનો મારફતે તેમજ સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી મારફતે પ્રસિધ્ધી કરાવવી.
આ જાહેરનામામાંથી મુકિત આપવા માટેના અઘિકારો પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજને રહેશે.
આજરોજ તા. ૧૯/૧૧/૨૦૨૫ના રોજ મારી સહી અને કચેરીનો સિક્કો કરી બહાર પાડયું.
હુલા મેજીસ્ટર
- *
કરછ – ભજ
(આનંદ પટેલ) જીલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ-ભુજ