ભુજ સિવિલ ડિફેન્સ દ્વારા નાગરિકો માટે ખાસ તાલીમનું આયોજન કરાયું

ભુજ શહેરમાં સામાન્ય જનતા માટે સિવિલ ડિફેન્સ દ્વારા ૧થી ૦૭ ડિસેમ્બર તાલીમ દરમિયાન સિવિલ ડિફેન્સ કન્ટ્રોલરૂમ, નવી મામલતદાર કચેરીની બાજુમાં, મુન્દ્રા રોડ,ભુજ સેન્ટર ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે. આ તાલીમ શિબિરનો ઉદ્દેશ જાહેર જનતાને આપત્તિમાં તત્કાલ અને અસરકારક રીતે બચાવ કેવી રીતે કરી શકે તે વિશે માહિતગાર કરવાનો છે. તાલીમ દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ પ્રક્રિયાઓ, આગથી બચાવા માટેના ઉપાયો, પ્રાથમિક સારવાર, રાહત અને પુન:સ્થાપન પ્રક્રિયા, આધુનિક સુરક્ષા સાધનોનો ઉપયોગ સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. આ તાલીમ શિબિર સંપૂર્ણપણે નિ:શુલ્ક છે જેમાં ૧૮થી ૬૦ વર્ષની ઉંમરના ઇચ્છૂક નાગરિકોએ તા.૨૨/૧૧/૨૫ થી
તા.૩૦/૧૧/૨૫ સવારે ૧૧:૦૦ થી ૧૮:૦૦ કલાક સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. વધુ માહિતી માટે નં.(૦૨૮૩૨)-૨૩૦૬૦૩ પર તથા સિવિલ ડિફેન્સ કન્ટ્રોલરૂમ, નવી મામલતદાર કચેરીની બાજુમાં, મુન્દ્રા રોડ, ભુજ- કચ્છ કચેરીનો સંપર્ક કરવો તેવું નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણ કચ્છ ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.