અંજારમાં લિફ્ટ આપનાર યુવાન પર છરી વડે હુમલો

copy image

copy image

અંજારમાં લિફ્ટ આપનાર યુવાન પર છરી વડે હુમલો કરી દેવાયો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી એવા અંજાર નગરપાલિકા કોલોનીમાં રહેનનાર મનસુખ જયંતી ગઢવી નામનો યુવાન સરહદ ડેરીએ ગત દિવસે સાંજના સમયે દૂધ ભરાવવા ગયેલ હતો. બાદમાં દૂધ મંડળીમાંથી  રૂા. 36,000 પગાર લઈ અને ઘરે પરત જવા નીકળ્યો હતો. જ્યાથી અન્ય શખ્સે તેની પાસે લિફ્ટ માંગતા તેને આપી હતી.  બંને એકતાનગર મસ્જિદ નજીક પહોંચ્યા તે સમયે ફરિયાદીએ બાઈક ઊભું રાખ્યું હતું તે દરમ્યાન પાછળ બેઠેલા આરોપી  ઈશમે પેટ, ચહેરા, છાતીમાં ઘા ઝીંકી દીધા હતા. રાડારાડના પગલે લોકો એકઠા થઈ જતાં આરોપી શખ્સ ત્યાથી નાસી છૂટ્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.