ઈડરમાંથી લૂંટેરી દુલ્હન લાખોની મત્તા પર હાથ સાફ કરી થઈ ફરાર
copy image

સાબરકાંઠા ખાતે આવેલ ઈડરમાંથી લૂંટેરી દુલ્હન એક યુવકને લૂંટી ફરાર થઈ ગઈ હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું છે, લગ્ન કરવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ આંચરવામાં આવી છે. રામપુરના નૈમેશ પટેલ નામના યુવાનને લગ્ન કરાવવા અર્થે દલાલે ચાંદની નામની યુવતી સાથે તેનો સંપર્ક કરાવેલ હતો. જેની સાથે લગ્ન બાદ આ ઠગબાજ દુલ્હન અને તેની ટોળકી યુવાનને બેવકૂફ બનાવી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ લૂંટેરી દુલ્હન રૂપિયા 3 લાખ 50 હજાર રોકડા, રૂપિયા 11 હજારના કપડાં, રૂપિયા 47 હજારના સોના-ચાંદીના દાગીના ઉપરાંત એક મોબાઈલ આ તમામ મત્તા લઈ ફરાર થઈ ગઈ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.