સંતરોડ હાઈવે માર્ગ પર દોડતી ઇકો કારમાં આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

copy image

પંચમહાલના સંતરોડ હાઈવે માર્ગ પર અચાનક ઇકો કારમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી હતી. આ મામલે સૂત્રોનું કહેવું છે, સંતરોડ હાઈવે માર્ગ પર દોડતી ઇકો કારમાં કોઈ કારણે આગ ફાટી નીકળી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગાડીના ચાલકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કારને રોકી દીધી હતી. આ ભયાનક આગને પગલે કાર સંપૂર્ણપણે બળીને ભશ્મ થઈ હતી. બનાવને પગલે રોડ ટ્રાફિક જામ થઈ ગયો હતો.