વડોદરા : પોસીબી પોલીસે બાતમીના આધારે વિવિધ જગ્યાએ સટ્ટો રમાડનાર મુબાઈના બુકીની વડોદરાથી અટકાયત કરી

વડોદરા : શહેર PCB પોલીસને બાતમી મળી હતી કે મુંબઈનો જાણીતો બુકી મેહુલ જૈન સટ્ટો રમાડવા માટે ગુજરાતના વિવિધ સ્થળે મકાનો ભાડે રાખી અને પોતાનું નેટવર્ક ચલાવે છે. અને હાલ તે વડોદરામાં સમા સાવલી રસ્તા પર અર્થ એમ્બોસીયા એપાર્ટમેન્ટના 501 નંબરના ફલેટમાં રોકાઈ અને સટ્ટો રમાડી રહ્યો છે. જે વિગતોના આધારે પોલીસે ફ્લેટને કોર્ડન કરી અને રેડ પાડતા ફ્લેટમાં મુંબઈનો નામચીન બુકી મેહુલ જૈન સહિત સટ્ટો લેનાર તેના સ્ટાફના માણસો મળી આવ્યા હતા. વિવિધ સીટીનો અલગથી સટ્ટો લેનાર શખ્સો અલગ અલગ હતા. જ્યારે બધાનું ખાતું સાંભળનાર એક એકઉન્ટ પણ તેઓની સાથે હતો. પોલીસે સ્થળ પરથી મેહુલ જૈન, વડોદરાનો સટ્ટો લેનાર મનીશ જયસ્વાલ, મુંબઈનો સટ્ટો લેનાર હેનીલ પ્રવીનલાલ જૈન, સિકંદર પાસવાન, બધા લાઇનનો ભાવ લેનાર અનુરાગ ખેટ તેમજ એકાઉન્ટ રાખનાર અમન સંજય શર્માની અટકાયત કરી હતી. જયરે મકાન ભાડે રાખનાર અમિત ગોવિંદભાઇ પટેલ રહે. વડોદરા અને સચિન પ્રવિણભાઈ શ્રીમાન રહે.દાહોદને વોન્ટેડ જાહેર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *