સુરત : 55 લાખની વિદેશી સિગરેટના જથ્થા સાથે એક ઈસમ પકડાયો

સુરત કસ્ટમ વિભાગના અધિકારીઓને બાતમી મળી કે, એક ઈસમ વિદેશી સિગરેટની સ્મગલિંગ કરવા માટે હાવડા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો છે. કસ્ટમ અધિકારીઓને મળેલી બાતમીના આધારે સુરત રેલ્વે સ્ટેશનમાં વોચ ગોઠવી દીધી હતી. જેમાં અમદાવાદ હાવડા એક્સપ્રેસમાં સ્મગલિંગના ઇરાદે વિદેશી છેટ સુરત આવી ચડ્યો હતો. સુરત કસ્ટમ અધિકારી અને DRIની ટીમ દ્રારા શંકાસ્પદ વર્તણુક ધરાવતા એ ઇસમની તપસ કરવામાં આવી હતી અને તે ઈસમ પાસેથી વિદેશી બ્રાન્ડની સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો. સિગરેટની આંતરરાષ્ટ્રીય કિંમત આશરે 55 લાખ જેટલી આંકવામાં આવે છે. સુરત DRI ટીમે વિદેશી બ્રાન્ડની સિગરેટનો જથ્થો કબ્જે કરીને સ્મગલીંગ કરનાર ઇસમની અટકાયત કરી વધુ તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *