સુરજપર નજીક અકસ્માતમાં બાઇક ચાલકને ઇજા

ભુજ તાલુકાનાં સુરજપર-બળદીયા રસ્તે ફોરવ્હીલ કારના ચાલકે બાઇકને હડફેટે લેતા ચાલકને ઇજાઓ થવા પામી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભુજ તાલુકાનાં ગજોડ ગામે રહેતા સ્વરૂપસિંહ ચાંદાજી સોઢા સવારના અરસામાં પોતાની મોટર સાઇકલ નંબર જીજે 12 સીએક 1154 ઉપર ગજોડથી ભુજ આવતા ત્યારે સુરજપર પાસે સામેથી આવતી ફોરવહીલ કાર નંબર જીજે 12 ડીએમ 6833 ના ચાલકે હડફેટે લઈ રોડ પર ફાંગોળી દઈ ઇજાઓ પહોચાડતા સારવાર અર્થે ભુજની લેવા પટેલમાં દાખલ કરતાં કેરા ઊપથાણા દાખલ કરતાં કેરા ઉપથાણાના સહાયક ફોજદાર તખરસિંહ વાઘેલાએ કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *