Skip to content
ચોટીલાના રાજપરા ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે બામણબોર પોલીસે રેડ કરી હતી. ત્યાં જુગાર રમતા 6 શંકુનીઓને ગંજીપાના સહિત જુગારના સાહિત્ય સાથે રૂ. 22,500 રોકડ સાથે પકડી પાડ્યા હતા. ચોટીલા પંથકમાં બામણબોર પોલીસ દ્રારા પેટ્રોલીંગ દરમ્યાન રાજપરા ગામે જુગાર રમતા મગનભાઇ રોજાસરા, દેવસિભાઈ ધરેજિયા, જેમાભાઇ રોજાસરા, પ્રવીણભાઈ રોજાસરા, મેરાભાઈ માલકીયા, ખેરાણાના મેટાડીયા પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી જુગારનું સાહિત્ય તથા 22,500 રોકડ કબ્જે કરી પોલીસ કોન્સટેબલ મનસુખભાઇ રાજપરાએ પોલીસ સ્ટેશનમાં ગુનો લખાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.