ભુજના વોરા ફળિયાની સામેની શેરીમાં આવેલા ચામુંડા માતાજી તેમજ ખેતરપાળના મંદિરને તસ્કરોએ નિશાન બનાવીને મંદિરમાંથી ચાંદીના છતર, પીતળનો ઘંટ સહિત 5,000 ની તસ્કરી કરી જતાં પોલીસમાં ફરિયાદ લખવાઇ છે. મંદિરની પુજા કરતાં ભારમલ રાજા બળિયાની ફરિયાદ અનુસાર તસ્કરીની ઘટના રાત્રિથી સવારના અરસા દરમ્યાન બની હતી. ફરિયાદ નિત્યક્રમે મંદિરની પુજા કરવા આવ્યા ત્યારે દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો. કોઈ અજાણ્યા ઇસમોએ મંદિરમાંથી ચાંદીના છતર નંગ 4, પીતળનો ઘંટ, એક લોખંડની સાંકળ તથા નાની કટાર સહિતનો માલ તસ્કરી કરી ગયા હતા. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઈ કાર્યવાહી હાથ ધરી છે.