મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૨૩/૧૧/૨૦૨૫, રવિવારના રોજ કચ્છ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સવારે ૯.૦૦ કલાકે ગાંધીધામ મહાનગરપાલિકા હસ્તકના રૂ. ૧૭૬ વિવિધ વિકાસકાર્યોનું સરદાર પટેલ ઓડોટોરિયમ, ગોપાલપુરી, ગાંધીધામથી ખાતમૂહુર્ત કરશે. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી ભુજ પહોંચીને બપોરે ૧૧.૩૦ કલાકે લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં કચ્છના રૂ. ૫૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કરશે.