મેવાસા પાટિયા નજીકથી બાવળની ઝાડીમાંથી રૂ. 14,800નો દેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર
copy image

મેવાસા પાટિયા નજીક આવેલ હોટેલની બાજુમાં બાવળની ઝાડીમાંથી રૂ. 14,800નો દેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. પરંતુ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સો પોલીસની પકડમાં આવ્યા ન હતા. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મેવાસા નજીક હોટેલ સહયોગની બાજુમાં જી.ઇ.બી. સબ સ્ટેશન પાછળ બાવળની ઝાડીમાં રેડ પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અહીથી કુલ રૂ 14,800નો દેશી દારૂ મળી આવેલ હતો પરંતુ આ ગુના કામેના આરોપી શખ્સો હાજર મળી આવેલ ન હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.