હાજીપીર પો.સ્ટે વિસ્તારમાંથી વિસ્ફોટક પદાર્થના પાસપરમીટ વગરના ગોળાઓ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી હાજીપીર પોલીસ

મહે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ હાલે કચ્છ જિલ્લામાં આગામી ટુંક સમયમાં મહાનુભાવો પધારનાર હોય તે અનુસંધાને પો.સ્ટે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ફરી નજીક ના સમયગાળા માં કોઇ અઘટીત ઘટના ના ઘટે તેવી સુચના આધારે હાજીપીર પો.સ્ટેના પો.સબ.ઇન્સશ્રી વી.ડી.ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો પોસ્ટે વિસ્તારમા પેટ્રોલિંગમા હતા દરમ્યાન હાજીપીર થી ઢોરો જતા રસ્તા પર આવતા એક બોલેરો પિક-અપ જેના રજી નં જીજે-૧૨-સીટી-૦૫૮૬ વાળી શંકાસ્પદ જણાતા તેને રોકી ચેક કરતા આ બોલેરો પિક-અપ ગાડીની ડ્રાઇવર શીટ નિચેથી એક પ્લાસ્ટિકની કોથળી માથી વિસ્ફોટક પદાર્થને ઘઉંના લોટથી કવર કરી ગોળા બનાવેલ તે ગોળાઓ નંગ-૫૫ કિંમત રૂપીયા ૫૫૦૦/- વાળા બાબતે પકડાયેલ ઇસમો પાસે પાસપરમીટ ની માંગણી કરતા નહી હોવાનું જણાવતા તથા તેઓના કબ્જામાંથી મળી આવેલ એક લોખંડનો કોયથો તથા છરી નંગ-૦૨ બાબતે પણ કાઇ સતોષકારક જવાબ નહી આપતા તેઓ વિરુધ્ધ ધોરણસર ની કાર્યવાહી કરેલ છે

૧૩૫ મુજબ હાજીપીર પો.સ્ટે ગુ.ર.ન.૧૧૨૦૫૦૪૯૨૫૦૦૮/૨૫ એક્સ્પ્લોઝીવ એક્ટ ૧૮૮૪ ની કલમ- ૯(બી), ૧(એ)(બી) તથા જી.પી એક્ટ કલમ

આરોપીઓના નામ સરનામાં (૧)પ્રકાશ હિરાભાઈ સથવારા ઉ.વ.૨૫ રહે-હેમલાઇ ફળિયુ અંજાર-કચ્છ (૨) રાજુ વેલજી દાતણીયા ઉ.વ.૩૫ રહે સતાપર તા. અંજાર કચ્છ (૩) હિરા કાનજી દાતણીયા ઉ.વ.૨૮ રહે હેમલાઇ ફળિયુ અંજાર-કચ્છ.

કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારી :-

ઉપરોક્ત કામગીરી વી.ડી.ગોહિલ પો.સબ.ઇન્સ તથા એ.એસ.આઈ કિશોરસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ કિરણકુમાર નાયી તથા પો.હેડ કોન્સ દિનેશભાઈ ચૌધરી તથા પો.કોન્સ પીન્ટુભાઈ ખરાડી એલ.આર.પી.સી.વિજયભાઈ ચાવડા તથા ચત્રસિંહ સોઢા દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.