“પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોખંડના ભંગાર સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી. જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઇ રબારી તથા મહેશભાઇ ચૌહાણનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, બે ટ્રકના ચાલકો ન્યું પોર્ટ રોડ ઉપર દીલ્હી દરબાર હોટલની બાજુમાં ઉભેલ હોય અને તેના કબ્જાની બંન્ને ટ્રકોમાં શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ છે જે મળેલ હકીકત આધારે તપાસ કરતા (૧) પ્રથમ ટ્રક ચાલક કાનજી ઘનજી પીંગોલ (મહેશ્વરી) ઉ.વ.૩૧ રહે.ઝરપરા તા.મુંદરા વાળાની કબ્જાની ટાટા ટ્રક ટ્રક નં.GJ 14 Z 6382 વાળીમાં લોખંડના સળીયાનો ભંગાર ભરેલ હોય જેથી મજકુર ઇસમને આ બાબતેના આધાર પુરાવા કે બીલ રજુ કરવા જણાવતા મજકુર ઇસમે બીલ રજુ કરેલ જે બીલ જોતા ટ્રકમાં ભરેલ વજન કરતા ઓછો વજન લખેલ હોય તેમજ (૨) બીજા ટ્રક ચાલક ઝુબેર હાજી કુંભાર ઉ.વ.૨૩ રહે.હાલે. વર્ધમાનનગર મુંદરા મુળ રહે.મોટા આસબિયા તા.માંડવી વાળાની કબ્જાની ટાટા ટ્રક જોતા ટ્રક નં. GJ 14 Z 8263 વાળીમાં લોખંડના સળીયાનો ભંગાર ભરેલ હોય જેથી મજકુર ઇસમને આ બાબતેના આધાર પુરાવા કે બીલ રજુ કરવા જણાવતા મજકુર ઇસમે બીલ રજુ કરેલ જે બીલ જોતા ટ્રકમાં ભરેલ વજન કરતા ઓછો વજન લખેલ હોય જેથી બંન્ને ટ્રકોમાં ભરેલ લોખંડના ભંગારનો વજનમાં તફાવત આવતો હોય જેથી બંન્ને ટ્રક ચાલક પાસે ભરેલ લોખંડના ભંગારના વજન બાબતે પુછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ – ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.
→ કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કિં.રૂ. ૧૬,૧૬,૫૦૦/-)
- ટ્રક નં. GJ 14 Z 6382 માં ભરેલ લોખંડના ભંગારનો વજન ૧૨૩૧૦ કિં.રૂ.૩,૦૭,૭૫૦/-
- ટ્રક નં.GJ 14 Z 6382 કિં.રૂ.૫,૦૦,000/-
- ટ્રક નં.GJ 14 Z 8263 માં ભરેલ લોખંડના ભંગારનો વજન ૧૨૩૫૦ કિં.રૂ.૩,૦૮,૭૫૦/-
- ટ્રક નં. GJ 14 Z 8263 કિં.રૂ.૫,૦૦,000/-
- લોખંડના ભંગારના બીલ પેજ નંગ.૦૮ તથા ઇવે બીલ તથા વજન કાંટાની પહોય કિ.રૂ.00/-
→ પકડાયેલ ઇસમો
કાનજી ધનજી પીંગોલ (મહેશ્વરી) ઉ.વ.૩૧ રહે.ઝરપરા તા.મુંદરા
- ઝુબેર હાજી કુંભાર ઉ.વ.૨૩ રહે.હાલે. વર્ધમાનનગર મુંદરા મુળ રહે. મોટા આસબિયા તા.માંડવી