ધોરાજીમાં પીછો કરી શરાબ ભરેલી કાર પકડી લેવાઈ

ધોરાજી રેલવે ફટકથી વેગડી ગામ સુધી ફિલ્મી ઢબે પીછો કરી સફેદ કલરની એલેન્ટરા ફોરવિલ કાર નંબર જીજે 18 એસી 0124 માંથી ઇંગ્લિશ દારૂની પેટી નંગ 22 બોટલ નંગ 264 રૂ.79,200 તથા ફોરવિલ મળી કુલ મુદામાલ મળી આવતા તેમજ મજકુર ચાલક અંધારાનો લાભ લઈ નાસી ગયેલ હોય જેના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ કરેલ છે. આ તકે આ સમગ્ર કામગીરીમાં પીઆઇ વી.એચ.જોષી,પીએસઆઈ એસ.એમ,વસાવા, એચસી લાલજીભાઇ જાંબુકીયા, પીસી અનિરુદ્ધસિંહ ઝાલા, પીસી ધનશ્યામસિંહ જાડેજા, પીસી અશોકભાઇ મણવર, પીસી અજિતભાઈ ગંભીર તેમજ પીસી બળદેવભાઈ સોલંકી જોડાયેલ હતા.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *