ભુજમાં યુવકે ગળેફાસો ખાઈને આપઘાત કર્યો

ભુજના બકાલી કોલોનીમાં જાફરશા પીરની દરગાહની બાજુમાં રહેતા 19 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ ગુમાવવાની કોશિશ કરતાં બેભાન હાલતમાં હોસ્પીટલમાં ખસેડાયો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બકાલી કોલોનીમાં રહેતા અલતાફ ઇબ્રાહિમ આરબ નામના યુવકે બુધવારે રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરના પતરાની ઓરડીમાં લોખંડની આડી પર દુપટ્ટો બાંધી કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેવાની કોશિશ કરી હતી જેને તાત્કાલિક બચાવી બેભાન અવસ્થામાં પાડોશમાં રહેતા હરેશ જેઠાલાલ ચૌહાણે જી.કે.જનરલ હોસ્પીટલમાં દાખલ કરાવ્યો હતો. પોલીસે બનાવની નોંધ લઈ કાર્યવાહી હાથ ધરી છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *