Skip to content
રાજકોટ : ભાડલાના બરવાળા ગામે રૂરલ ક્રાઇમબ્રાંચે દરોડો કરી જુગાર રમતા ૯ ઇસમોને પકડી લીધા. પોલીસ અધિક્ષક બલરામ મીનાના આદેશથી રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ.એન. રાણા તથા પી.એસ.આઇ. એચ. એ. જાડેજાના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા, પી.સી.ભોજાભાઇ રબારી, પી.સી. રહીમભાઇ દલ, તથા પી.એસ. હીતેશભાઇ અગ્રાવતનાઓએ ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારના બરવાળા ગામના પાદરમાં કુંડળી ગામ જવાના કાચા રસ્તે આવેલ પંચાયતના કુવાની ઓરડી નજીક એડી.એસ.કરી તીનપતીનો જુગાર રમતા વિજય જેહાભાઇ નાગડકિયા, ભરત નથુભાઇ રોજાસરા, જેન્તી દાહાભાઇ નાગડકિયા, વિજય દાહાભાઇ ડાભી, જેન્તી દેવાભાઇ કુકડીયા, જેન્તી દેવશીભાઇ કુકડીયા, મહેશ ધીરૂભાઇ ઝાપડીયા, ભરત સોમાભાઇ ડાભી તથા દિનેશ ગોરધનભાઇ ખોખર રહે. બધા બરવાળા ગામ તાલુકો જસદણને રોકડ રૂ.૪૭,૩૦૦ તથા મોબાઇલ ફોન નંબર નંગ ર કુલ કિંમત રૂ.૧,૦૦૦ મળી કુલ મુદામાલ રૂ.૪૮,૩૦૦ સાથે મળી આવતા બધા ઇસમો કાયદેસરની તપાસ કરી ભાડલા પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે.