ખંભાળિયામાં ૧ લાખના શરાબ સાથે એક શંકુ પકડાયો

ખંભાળિયા બજાણા રસ્તા ઉપર ભગવતી હોલ નજીક રહેતા ચિરાગભાઇ લીલાધરભાઇ લુહાણાને ત્યાં દરોડો કરતા બોટલ નંગ ૧૧પ૦ મળી આવેલ સદરહ બોટલો ઉપર બિલવાસવા તથા નાના અક્ષરે આયુર્વેદિક પ્રોપર્ટી મેડીસીન મેનુફેકચર બાય સિવાલી કર્ણાટક ૭પ૦ એમ.એલ. લખેલ હોય જેની કિંમત રૂ.૧૧,પ૦૦૦ ગણી પંચનામા વિગતે સી.આર.પી.સી. કલમ અનુસાર જપ્ત અને વધુ કાર્યવાહી માટે એફ.એસ.એલ. તપાસણીમાં મોકલવા કાર્યવાહી કરેલ છે અને શંકુને સીઆરપીસી કલમ પ્રમાણે ધોરણસર અટક કરેલ છે. આ કામગીરી આઇસી પોલીસ ઇન્સ. એ.બી. જાડેજા પો. હેડ કોન્સ. આર.એમ. જાડેજા તથા પો.હેડ કોન્સ. એમ.એમ.નંદાણીયા તથા પો. કોન્સ. ડાડુભાઇ જોગલ તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા જીતુભાઇ જામ તથા નવલદાન સોરઠીયા તથા હોમદેવસિંહ જાડેજા તથા હરદિપસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *