કેરા ખાતે ચાલતી નિશુલ્ક અને નિસ્વાર્થ જય બજરંગ બલી ટિફિન સેવા ખાતે સંતોની પધરામણી સાથે આરતી પૂજન કરાયા

કેરા ખાતે બાપા શ્રી મંદિર પાસે છેલ્લા આઠ મહિનાથી ચાલતી નિસ્વાર્થ જય બજરંગ બલી ટિફિન સેવા ધન્યવાદને પાત્ર છે તેવું સંતોએ જણાવ્યું હતું મૂળ કેરા ના યુ.કે. બોલ્ટન સ્થિત મેઘજીભાઈ મનજીભાઈ હિરાણી જે કોઈપણ ભેદભાવ વગર છેલ્લા આઠ મહિનાથી આ નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે રોજના કેરા,કુંદનપુર,બળદિયા તેમજ અન્ય ગામોમાં લગભગ 125 જેટલા ટિફિનો બે ટાઈમ રીક્ષા અને બાઈક દ્વારા પહોંચાડવામાં આવે છે જમવાના સાથે ફળ ફ્રૂટ તેમજ નાસ્તો પણ અપાય છે 15/1/2025 થી શરૂ થઈ આ સેવાનો માસિક ખર્ચ 2 લાખ આજુબાજુ થાય છે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો ના વરદ હસ્તે શરૂ થયેલી આ સેવાને મણીનગર ગાદી સંસ્થાન તેમજ અન્ય સંસ્થાના આશિષ મળ્યા છે સાથે વૃદ્ધોને સમ્યાન્તરે બ્લડપ્રેશર અને સુગર ટેસ્ટ પણ કરવામાં આવે છે હાલ એકાદ પરિવાર માટે રહેવાની વ્યવસ્થા પણ અહીં રાખેલ છે તેવું મેઘજીભાઈ એ જણાવ્યું હતું
રીપોટ,રવિલાલ હિરાણી કેરા