પીજીવીસીએલએ વીજાબિલના બાકી વસૂલવા માટે 72 વીજ જોડાણો કાપ્યા

સૂત્રો જણાવી રહ્યા છે ભચાઉ પીજીવીસીએલએ વીજાબિલના બાકી વસૂલવા માટે 72 વીજ જોડાણો કટ કર્યા છે. ત્યારે આ મામલે વધુમાં માહિતી મળી રહી છે જે અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં લેણા વસૂલવા માટે કાર્યવાહી કરવા અંગે સૂચના મળતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં, 74 લાખની બાકી રકમ વસૂલવા માટે 72 વીજ જોડાણો કાપવામાં આવેલ હતા. અને 3300 રૂપિયા રી કનેક્શન ચાર્જ વસૂલ કરવામાં આવેલ હતો.