જુનાગઢમાં બંધ મકાનના તાળા તોડી રૂ.૧.૬૦ લાખની મતાની તસ્કરી

જુનાગઢમાં બંધ મકાનના તાળા તોડી તસ્કરો રૂ.૧.૬૦ લાખની મતાની તસ્કરી કરી ગયા હોવાનું જાણવા મળેલ છે. જુનાગઢમાં કડિયાવાડ વિશાલ ટાવર પાછળ ભાડાના મકાનમાં રહેતા અને દરજી કામ કરતાં રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઇ ભાણજીભાઇ બોસામીયાના બંધ મકાનમાં રાત્રીના અરસામાં તસ્કરો  ત્રાટક્યા હતા. મકાનની ડેલી તેમજ રહેણાંક મકાનનાં દરવાજાનાં તાળા તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરો કબાટમાંથી રૂ.૩૦,000 ની રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂ.૧.૬૦ લાખની મતાની તસ્કરી કરીને નાસી છૂટયા હતા. તસ્કરીની ફરીયાદ લઇ એ ડીવીઝનના પી.આઇ. એમ.એ.વાળાએ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *