સુરતથી ચોંકાવનાર બનાવ સામે આવ્યો સામે : પોલીસ સ્ટેશનની જ ઈમારતના ત્રીજા માળેથી યુવાને ઝંપલાવ્યું

copy image

copy image

સુરતથી એક ચોંકાવનાર બનાવ સામે આવી રહ્યો છે, જેમાં એક યુવાને પોલીસ સ્ટેશનની જ ઈમારતના ત્રીજા માળેથી ઝંપલાવી મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસ સ્ટેશનના ત્રીજા માળેથી ઝંપલાવી યુવાને આપઘાતી પગલું ભર્યું હતું. હતભાગીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે રહસ્ય હજુ અકબંધ છે. આ યુવાનનો મૃતદેહ સીધો પોલીસ સ્ટેશનના પરિસરમાં જ પટકાયો હતો. આ ગોઝારા બનાવમાં નીચે પટકાવાને કારણે તેનું માથું ફાટી જતાં ગંભીર ઇજાઓના પગલે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.