બનાસકાંઠામાં લુધિયાણાથી કચ્છ લવાતો 1.05 કરોડના દારૂના જથ્થા સહિત બે ની અટકાયત

image

copy image

બનાસકાંઠાના ઉણ પાસે રાજ્ય સ્તરથી ટુકડીએ પાડેલ રેડમાં લુધિયાણાથી કપડની ઘાંસડીની આડમાં કચ્છ લવાતા 1,05,12,451ના દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપી લઈ કુલ રૂા. 1,20,22,661નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે આપેલી માહિતી અનુસાર, પૂર્વ બાતમીના આધારે એસએમસીએ પાડેલા દરોડામાં થરાથી રાધનપુર તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-27 પર ઉણ ગામના ઓવરબ્રિજ ઉતરતા રોડ પર રામદેવ ટ્રાન્સપોર્ટ પાલીની ટ્રકના ડ્રાઈવર અને હેલ્પરને કચ્છ-ભુજ લવાતા રૂા. 1,05,12,451ના દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આ જથ્થા સાથે હેમરાજ એન્ટરપ્રાઈઝના ઈન્વોઈસ સાથે ખરીદનાર તરીકે આશાપુરા એન્ટરપ્રાઈઝ-ભુજના બિલ સહિતના કુલ રૂા. 1,20,22,661નો મુદ્દામાલ  કબજે કરાયો હતો. આ જથ્થો મોકલનાર આરોપી રાજસ્થાનના કુંકણા, લુધિયાણાથી શરાબનો જથ્થો ભરીને મોકલનાર અજાણ્યા આરોપી, દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી ટ્રકનો માલિક, ભુજ ખાતે આ વિદેશી દારૂનો જથ્થો મગાવનાર અજાણ્યા આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.