નાના કપાયામાં 45 હજારના દારૂ સહિત 8,05,780ના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો
મુંદરા તાલુકાના નાના કપાયામાં 45,780ના દારૂ સાથે એક શખ્સને પશ્ચિમ કચ્છ પોલીસની એલસીબીએ સકંમાં લીધો હતો. પોલીસે દારૂ સહિત કુલ રૂા. 8,05,780નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે આ જથ્થો આપનાર શખ્સ ભાગી ગયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં નાના કપાયા ગ્રામ પંચાયત પાસે ત્રણ રસ્તા પાસે કારમાં 45,780ના દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડયો હતો. પોલીસે કાર અને મોબાઈલ સહિત કુલ રૂા. 8,05,780નો મુદ્દામાલ કબજે કરી જ્યારે આ જથ્થો આપી જનારા આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.