Skip to content
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના હોય જે અંગે વિરપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી આર.એલ.ગોયલ સાહેબની સુચનાથી પોલીસ સ્ટાફ પ્રેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન જેપુર ગામેથી શખ્સો રામજીભાઇ કડવાભાઇ બાંટવીયા, જગાભાઇ ચનાભાઇ પીપળીયા, સુરેશભાઇ જીણાભાઇ ભડેલીયા, ભાવેશભાઇ મેરામભાઇ ગુજરાતી, જગદીશભાઇ જેરામભાઇ પીપળીયા, મનસુખભાઇ કડવાભાઇ બાંટવીયા, સંજયભાઇ સોમાભાઇ ચાવડાને રોકડ રકમ ૧૩,૨૮૦ મુદામાલ સાથે મળી આવતા મજકુરો વિરૂધ્ધ જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની તપાસ કરેલ છે. કામગીરી કરનાર ટીમ UHC મનેશભાઇ પરમાર, UHC- ભોળાભાઇ ગોહેલ, UHC- ભરતભાઇ કોચરા, ULR જયેશભાઇ ચાવડા વગેરે જોડાયા હતા.